પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે દુર્લભ અને જન્મજાત જટિલ બિમારી ધરાવતી બે વર્ષની બાળકીની સફળ સર્જરી કરાઇ

વડોદરા, જુલાઇ 2023: શહેરની અગ્રણી પારૂલ સેવાશ્રમ હોસ્પિટલે તાજેતરમાં મધ્ય પ્રદેશની બે વર્ષીય બાળકી ઉપર બ્લેડર એક્સસ્ટ્રોફી નામની ખૂબજ દુર્લભ જન્મજાત બિમારીની સારવાર કરતાં અત્યંત જટિલ સર્જરી કરી હતી. જન્મજાત બિમારી ધરાવતી બાળકીને સારવાર માટે બાળરોગ વિભાગ (પિડિયાટ્રિક)માં લાવવામાં આવી હતી. સમસ્યામાં દર્દીના પેટની દિવાલનો આગળનો હિસ્સો અનુપસ્થિત હતો, જેના પરિણામે યુરીનરી બ્લેડર (મૂત્રાશય) પેટની બહાર ખુલી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે બ્લેડર એક્સસ્ટ્રોફી દુર્લભ જન્મજાત ખામી છે, જે પ્રત્યે એક લાખ નવજાત બાળકોમાંથી બે બાળકમાં જોવા મળે છે. યુરિનરી બ્લેડર બહાર આવી ગઇ હોવાથી દર્દી કુદરતી માર્ગ દ્વારા પેશાબ કરવા અક્ષમ હતી. લાંબા સમયથી બ્લેડર એક્સસ્ટ્રોફીની સમસ્યા પ્રત્યે ઉપેક્ષાને કારણે નીચલા યોનિમાર્ગ ના હાડકા અલગ પડી જાય છે. આથી જ્યાં સુધી યોનિમાર્ગ ના હાડકા એકબીજાની નજીક આવે ત્યાં સુધી જટિલ પરિસ્થિતિની સારવાર કરી શકાતી નથી.

નિષ્ણાંત સર્જન દ્વારા કમ્પલિટ પ્રાઇમરી રિપેર ઓફ એક્સસ્ટ્રોફી (CPRE) કરી બ્લેડરને અંદર કરીને બંધ કરાયું હતું તથા બ્લેડર નેકને રિપેર કરાઇ હતી. ડો. મિશાલ પટેલ (હોસ્પિટલમાં પિડિયાટ્રિક સર્જન) જણાવ્યું હતું કે, ઓપરેશન બાદ દર્દી સંપૂર્ણ સંયમ સાથે મૂત્રમાર્ગમાંથી પેશાબ પાસ કરી શકે છે. ઓર્થોપેડિક પ્રક્રિયામાં નિયંત્રિત રીતે બંન્ને બાજૂએથી યોનિમાર્ગ ના હાડકાને તોડવામાં આવ્યાં હતાં તથા યોનિમાર્ગ ના હાડકાની દિશા બદલીને હાડકાના આગળના હિસ્સાને સાથે લાવવામાં આવ્યો હતો. (oblique pelvic osteotomy with closure of diastasis of pubic. ઉપરાંત થિક મેર્સિલીન ટેપનો ઉપયોગ કરીને દર્દીના પેલ્વિક હાડકાને એકસાથે લાવવા માટે એક નવી ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો કારણકે સ્ટેઇનલેસ સ્ટીલના વાયરો સામાન્ય રીતે બાળકોના હાડકા માટે જોખમી હોય છે. પેલ્વિક હાડકાને સ્થિર કરવા માટે external fixator ઉપયોગ કરાયો હતો. હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો. કાર્તિક વિશ્વનાથને જણાવ્યું હતું કે, ઓસ્ટિઓટોમી સાઇટ્સ સાજી થઇ ગઇ અને પોસ્ટ ઓપરેટિવ રોકાણ દ્વારા બાહ્ય ફિક્સેટર દૂર કરવામાં આવ્યું હતું. અમને જાહેર કરતાં ગૌરવ છે કે બાળક તેના મિત્રો સાથે ચાલવા, દોડવા અને રમવા માટે સક્ષમ છે તથા કુદરતી માર્ગે પેશાબ કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે 750 બેડ ધરાવતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સર્જિકલ સુવિધાઓથી સજ્જ છે તથા સુવિધાઓ દ્વારા હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ, માસ સર્જરી, સીએબીજી સહિતની ઘણી સફળ જીવનરક્ષક સર્જરી કરી છે. પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મેડિકલ ડાયરેક્ટર ડો. ગિતિકા પટેલે જણાવ્યું હતુ કે, મલ્ટિડિસિપ્લિનરી ટીમ તથા અનુભવી એનેસ્થેટિક, ઇન્ટેન્સિવ કેર અને પેરામેડિક બેક અપ સાથે પ્રકારની જટિલ અને પડકારજનક સર્જરી સંભવ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પીએચએસ વિવિધ જટિલ કેસની ક્વોલિટી સારવાર માટેનું હબ બન્યું છે કારણકે દેશભરમાંથી પડકારજનક કેસ હોસ્પિટલને રિફર કરવામાં આવે છે.